Gujarat

સાવરકુંડલા એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરાયું 

એસટી ડેપો એટલે સવારથી સાંજ પડે ત્યાં સુધી હજારો મુસાફરો આવન જાવન કરતા હોય છે એસટી વિભાગ દ્વારા સ્વચ્છ ડેપો સુંદર ડેપો રાખવા જિલ્લાના વિભાગીય નિયામક ધામાની સૂચનાથી એસટી ડેપો સ્વચ્છ રાખવા માટે આદેશ આપતા સાવરકુંડલાનો એસટી ડેપો મેનેજર એપી કરમટા દ્વારા ડેપોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જોકે એસટી ડેપો મોટાભાગના સ્વચ્છતાથી વિહોણા હોય છે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે પ્લેટફોર્મ ઉપર મુસાફરો એસટી બસની રાહ જોઈને બેઠા હોય પણ બેસવું ક્યાં તે પણ એક સવાલ થતો હોય છે ડેપો ની અંદર ગંદકી હોવાથી ના છૂટકે મુસાફરોને બેસવા મજબૂર બનતા હોઈ છે બસમાં મુસાફરી અને રોજિંદા અપડાઉન કરનાર મુસાફરો ને મુશ્કેલી પડતી હોય છે સાવરકુંડલા એસટી ડેપો મેનેજર એ પી કરમટા દ્વારા છેલ્લા ઘણા દિવસથી એસ ટી ડેપા વિભાગમાં સફાઈ હાથ ધરવામાં આવી છે સ્વચ્છ ડેપો હોય તો મુસાફરી કરનાર મુસાફરો રાહત મળતી હોય છે ત્યારે સાવરકુંડલાનો ડેપો સફાઈ કરવાથી સ્વચ્છ બનતા રોજિંદા વિદ્યાર્થી નોકરીયાત સહિત અન્ય મુસાફરો આનદ અનુભવી રહ્યા છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230824-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *