Gujarat

ગુજરાતના એક અમરનાથ યાત્રિકનું મોત

વડોદરા
અમરનાથમાં ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ગયેલા યાત્રાળુઓ ફસાયા છે. જેમાં વડોદરાના વેમાલીમાં રહેતા રહેતા ૫૮ વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મોત નિપજ્યું છે. વડોદરાના ૩૪ યાત્રિકો પંચતરણીમાં ફસાયા છે. અમરનાથમાં માઈનસ ૩ ડિગ્રી તાપમાનમાં કપડાં, ટેન્ટ, ગાદલાં ભીના થતા સ્થિતિ વિકટ બની છે.અમરનાથમાં ફસાયેલા યાત્રાળુઓ પૈકી હરણીના ૧૫ યાત્રિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તો ન્યાયમંદિર વિસ્તારના ૫૦ વર્ષીય નીરૂબેનની તબિયત લથડી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓનો વધારે ભાવ લેવાતો હોવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. તો સીઆર પાટીલે પણ અમનારનાથમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ટ્‌વીટ કર્યુ છે. સીઆર પાટીલે ટિ્‌વટમાં લખ્યુ છે કે યાત્રાળુઓનું રેસ્ક્યૂ કરવાનાં પ્રયાસો ચાલી રહ્યા હતા. પણ અમરનાથમાં ખરાબ હવામાનને કારણે કેમ્પ પર રેસ્ક્યૂની ટીમ કે હેલિકોપ્ટર પહોંચી શકે એમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *