સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ના 70 માં વર્ષની જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પ્રગતિ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લીલીયા દ્વારા આ વર્ષ દર મહિના ની 12 તારીખે 12 સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરેલ છે એના ભાગરૂપે તારીખ 12/6/2023 ના રોજ પ્રથમ કાર્યક્રમ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ નું આયોજન કરેલ લીલીયા તાલુકાના 1200 બાળકોને નોટબુક આપીને અનોખી રીતે શ્રી દિલીપભાઈ સંઘાણીના 70 માં વર્ષ ની જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ શ્રી પ્રગતિ ક્રેડિટ સોસાયટી એ એના નવ નિર્મિત ભવનને શ્રી દિલીપ સંઘાણી સહકાર ભવન નામ આપીને દિલીપ ભાઈ સંઘાણી ને જન્મદિવસની ભેટ આપેલ આ તકે લીલીયા પ્રગતિ કો ઓ ના ચેરમેન અને ઇફકોના ડિરેક્ટર ભાવેશભાઈ રાદડિયા વાઇસ ચેરમેન પ્રકાશભાઈ વિરાણી ડિરેક્ટર અને લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અને ડિરેક્ટર વિપુલભાઈ દુધાત ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ અને ડિરેક્ટર ભુપતભાઈ ધામત તેમજ ભરત ભાઈ ગરાણીયા ધાનાણી સાહેબ આર બી ભાલાળા કુંભાણી સાહેબ ભીખાભાઈ ધોરાજીયા ઘનશ્યામ ભાઈ રાદડીયા તેમજ અમૃતબા વિદ્યાલયના આચાર્ય હસમુખભાઈ કરડ સહિતના લોકો બુક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


