ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર અને નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝીયમ દ્વારા દર વર્ષે નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવે છે.જિલ્લામાં આ કાર્યક્રમનું આયોજન ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા કરવામાં આવે છે.આ વર્ષે તા.૨૫-૦૮-૨૦૨૩ ના રોજ એસ એફ હાઇસ્કૂલ છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે.આ કાર્યક્રમનો મુખ્ય વિષય : “Millets : A super food or a diet fad ? રાખવામાં આવેલ હતો જેના વિષે વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજુ કર્યા હતા.જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં પ્રથમ,દ્વિતીય,તૃતીય એમ ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ૨ વિજેતાઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે. વિજેતાઓને મોમેન્ટો ટ્રોફી-પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમજ ભાગ લીધેલ તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્યશ્રી, શિક્ષકમિત્રો તથા સ્ટાફ મિત્રો દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

