રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ માંગરોળ ખાતે સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા સહકાર ક્ષેત્રના આગેવાનો બિપોરજોય વાવાઝોડાના સંદર્ભે બેઠક યોજી, લોકોને આફતમાં મદદરૂપ થવા અને સરકારી તંત્રને જરૂરી મદદ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
સર્કિટ હાઉસ ખાતેની આ બેઠકમાં મંત્રીશ્રીએ આવશ્યકતા મુજબ લોકોના સ્થળાંતર તેમજ ફૂટ પેકેટ માટેની વ્યવસ્થા કરવા માટે પણ જણાવ્યું હતું. ઉપરાંત તંત્ર સાથે જરૂરી સંકલન સાધી લોકોને જરૂરી તમામ મદદ માટે સહાયરૂપ થવા ભાર પૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલે પણ જરૂરી માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, અગ્રણી સર્વશ્રી જયભાઈ ત્રિવેદી, જેઠાભાઈ ચુડાસમા, દાનભાઈ બાલસ, પરબતભાઈ જોટવા, દાનભાઈ ખાંભલા સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
