Gujarat

હમાસે વધુ ૧૩ ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા, ૪ થાઈ નાગરિકોને પણ મુક્ત કરાયા

હમાસે બીજા દિવસે વધુ ૧૩ ઈઝરાયેલ અને ચાર થાઈલેન્ડના બંધકોને મુક્ત કર્યા છે. ઈઝરાયેલના સૈનિકોએ આ વાતની પુષ્ટિ કરી છે. ૈંડ્ઢહ્લએ જણાવ્યું હતું કે બંધકોમાંથી ૧૩ ઈઝરાયેલ અને અન્ય ચાર થાઈ નાગરિકો હતા. આ લોકો પહેલા રેડક્રોસના વાહનમાં રફાહ ક્રોસિંગ થઈને ઈજીપ્ત ગયા હતા અને ત્યાંથી ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા..  મુક્ત કરાયેલા બંધકો ઈઝરાયેલના વિસ્તારમાં પ્રવેશ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તમામની મેડિકલ તપાસ કરવામાં આવશે.

તમામ બંધકો ઈઝરાયેલના સૈનિકો સાથે છે. અમારા સૈનિકો ત્યાં સુધી તેમની સાથે રહેશે જ્યાં સુધી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં નહીં આવે, જ્યાં તેઓ તેમના પરિવારને મળશે. તમને જણાવી દઈએ કે ડીલ હેઠળ આ મુક્તિના બદલામાં ઈઝરાયેલે પેલેસ્ટાઈનના ૩૯ કેદીઓને પણ મુક્ત કર્યા છે.. ચાર દિવસીય યુદ્ધવિરામના બીજા દિવસે બંધકોની મુક્તિમાં થોડો સમય વિલંબ થયો હતો કારણ કે હમાસે ઇઝરાયેલ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે શુક્રવારે બંધકો અને કેદીઓની મુક્તિનો પહેલો દિવસ હતો.

આ દિવસે હમાસે ઈઝરાયેલના ૧૩ અને થાઈલેન્ડના ૧૨ બંધકોને મુક્ત કર્યા હતા. તેના બદલામાં ઈઝરાયેલે જેલમાં બંધ ૩૯ પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કર્યા હતા.. તમને જણાવી દઈએ કે ડીલમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ચાર દિવસીય યુદ્ધવિરામ દરમિયાન હમાસ ૫૦ ઈઝરાયેલના બંધકોને મુક્ત કરશે અને ઈઝરાયલે ૧૫૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પડશે. તમને જણાવી દઈએ કે હમાસે ૭ ઓક્ટોબરે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ તેણે ૨૪૦ નાગરિકોને બંધક બનાવ્યા હતા. તેમાંથી ૨૦૦થી વધુ ઇઝરાયલી હતા.

Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *