બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે ૧૫ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે મિલેટ્સથી બનતી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, રાજગરો વગેરે જાડા ધાન જે અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને શક્તિદાયક છે. કાર્યકર બહેનો દ્વારા મિલિટ્સના(જાડા ધાન્ય પાકો)ના ઉપયોગ કરી વિવિધ વાનગી બનાવામાં આવી. શ્રેષ્ઠ વાનગી બનાવનાર કાર્યકરને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું.આંગણવાડીના લાભાર્થીમાં સગર્ભામાતા,ધાત્રીમાતા અને બાળકોમાં ધાન્યનો રોજિંદા જીવનમાં ઉપયોગ વધે તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં સુપરવાઇઝર માણેકબેન શ્રીમાળી, NNM બ્લોક કોર્ડીનેટર ધવલભાઇ સિંગલ,NHM બ્લોક કોર્ડીનેટર રાજુભાઈ સોલંકી, પાંચાભાઇ, PSE નરગીશબાનુ પરમાર અને આંગણવાડીના વર્કર બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


