Gujarat

વાવાઝોડા દરમિયાન ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર સરકારી અધિકારી,  સંસ્થાઓના પદાધિકારીઓને સત્કારતું જેતપુર ડાઇંગ એસોસિયેશન 

મામલતદાર કચેરી, નગરપાલિકા, પીજીવીસીએલ, જીપીસીબી અને પોલિસ વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓનું કરાયું સન્માન
તાજેતરમાં બીપોરજોય વાવાઝોડા દરમ્યાન જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં સરકારી તંત્રના વિવિધ વિભાગોના કાયવાહકોએ જાનના જોખમે ફરજ બજાવીને અસરગ્રસ્તોને સલામત સ્થળોએ પહોંચાડ્યા હતા તો અત્યંત ગરીબ પરિવારો કે જેઓને વાવાઝોડા દરમિયાન એક ટંકનું પણ ખાવાનું નહોતું મળતું, તેવા જરૂરિયાતમંદો સુધી ફૂડ પેકેટ વિતરણ કરીને ભૂખયાજનોની જઠરાગ્નિ ઠારવા જેવી અનેકવિધ સેવાકીય પ્રવુત્તિ કરવામાં આવી હતી. સેવાભાવીઓની આવી કામગીરીની સરાહના થતી હોવાથી તેવા તમામ સેવાભાવીઓની સાથે  જેવા  મામલતદાર કચેરી, નગરપાલિકા, પીજીવીસીએલ, જીપીસીબી અને પોલિસ વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓએ ખુબજ ઉમદા કામગીરી બજાવેલ છે.
કુદરતી આફતના સમયે સર્વે નાગરીકોની પડખે રહીને જરૂરી મદદ કરનાર સરકારી અધિકારીઓ અને તેમની ટીમને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય જયેશ રાદડિયાના અધ્યક્ષસ્થાને એક સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો.
અહીંના ધોરાજી રોડ પર આવેલા શ્રી લેઉવા પટેલ સમાજની વાડીમાં યોજવામાં આવેલ આ સત્કાર સમારંભમાં મામલતદાર કચેરી, નગરપાલિકા, પીજીવીસીએલ, જીપીસીબી અને પોલિસ વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓ કે જેઓએ બિપરજોય વાવાઝોડમાં સરાહનીય ફરજ બજાવી હતી અને કામગીરી કરી હતી તેઓ તમામનુ ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો. દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સત્કાર સમારંભમાં જેતપુર ડા. એસોના પ્રમુખ જયંતીભાઈ  રમોલિયા સહિતના હોદેદારોએ સન્માન કરીને તેઓની કામગીરીને વાગોળાઈ હતી. સત્કાર સમારંભના સમાપન બાદ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોશીએશ દ્વારા યોજેલ સામૂહિક ભોજનનો પણ સેવાભવીઓને લાભ અપાયો હતો.

IMG-20230703-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *