Gujarat

રક્ષાબંધન અને જન્માષ્ટમીનો પર્વને ધ્યાનમાં રાખીને નડાબેટ પર સીમા દર્શન શરુ કરવામાં આવ્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં નડાબેટ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અહીં સીમા દર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. અહીં લોકો ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર સીમા દર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે.જ્યાં પ્રવાસીઓ અટારી બોર્ડર અને વાઘા બોર્ડરની જેમ જ મ્જીહ્લના જવાનોનો જુસ્સો અને દેશભક્તિના દર્શન કરી શકે છે. ત્યારે નડાબેટ પર સીમા દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઝીરો પોઇન્ટ સુધી ફરી સીમા દર્શન શરૂ માટે કરવામાં આવ્યું છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીનો પર્વ નજીકમાં જ છે. જેને ધ્યાનમાં રાખીને નડાબેટ પર સીમા દર્શન શરુ કરવામાં આવ્યુ છે.૧૬ ઓગસ્ટથી આ સીમા દર્શન બંધ કરવામાં આવ્યું હતું. જાે કે હવે ટુરિઝમ વિભાગ દ્વારા બોર્ડર પર ઝીરો પોઇન્ટ સુધી ફરી સીમા દર્શન શરૂ કરવામાં આવ્યુ છે. સીમા દર્શન માટે નડાબેટ ખાતેથી ૧૦થી વધુ બસો દોડાવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓ નડાબેટથી બસોમાં મુસાફરી કરી શકશે. ગુજરાતનો દરિયાઇ માર્ગ અને જમીની માર્ગનો મોટો ભાગ પાકિસ્તાનની બોર્ડર સાથે જાેડાયેલો છે, ત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓને એક નવી જગ્યા જાેવા અને માણવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠાના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જાેડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *