Gujarat

ઊના જલારામ મિત્ર મંડળદ્વારા અધિમાસ અને નિજશ્રાવણમાં મહાપ્રસાદ શરૂ…

ઊના શહેરમાં છેલ્લા 14 વર્ષથી ભૂખ્યા ઓને ભોજન કરાવતા અને 12 વર્ષથી વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ અને મોતિયાના
ઓપરેશન કેમ્પ કરતા અને સતત છેલ્લા 5 વર્ષથી ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલ પ્રાચીન અને પૌરાણિક દ્રોણેશ્વર મહાદેવનું
મંદિર આવેલુ છે. આ મંદિરના સાનિધ્યમાં શિવલીંગ ઉપર અવિરતપણે ગંગાજીનો અભિષેક થઈ રહ્યો છે તે મંદિરના આશ્રમના
સંકુલમા અધિક શ્રાવણ માસ અને નીજશ્રાવણ માસ આમ બે મહિના સુધી જય જલારામ મિત્ર મંડળ ઊના દ્વારા દાતા ઓના
સહયોગ થી સવારે 11 કલાક થી બપોરે 1, 30 કલાક સુધી બપોરે એક ટાઇમ વિના મૂલ્યે મહાપ્રસાદ (ભોજન)નો પ્રારંભ કરાયો છે.
અને યાત્રાએ આવતા યાત્રાળુઓ લાભ લઈ રહ્યા છે. આ વિના મૂલ્યે મહાપ્રસાદ તા,15/9/2023 સુધી અવિરત પણે ચાલુ રહેશે તેમ
જલારામ મિત્ર મંડળ સંચાલકો દ્રારા જણાવેલ છે…

-મંડળ-ઉના-દ્વારા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *