Gujarat

આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધેલ સીદસર ગામ ખાતે સમીક્ષા બેઠક યોજતા સાંસદ શ્રી પૂનમબેન માડમ

સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધેલ જામજોધપુર તાલુકાના
સીદસર ગામે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સાંસદશ્રીએ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સીદસર ગામે
થયેલા વિકાસના કામો તથા લોકોના પ્રશ્નો અંગે તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સમીક્ષા કરી હતી.તેમજ ગત સમીક્ષા
બેઠકમાં ગ્રામ પંચાયત દ્વારા થયેલી રજૂઆતો વિશે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સીદસર ખાતે એક કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના મકાનનું રીનોવેશન કામ શરૂ
છે તથા ગામમાં હાઈ માસ્ટનું કામ પૂર્ણ થયેલ છે તથા પેવર બ્લોકને લગતા કામો હાલ પ્રગતિ હેઠળ છે.બેઠકમાં સાંસદશ્રીએ
જામજોધપુર તથા લાલપુર તાલુકામાં ચેકડેમ રીપેરીંગની કામગીરી થાય તે માટે લગત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી તેમજ
આગામી સમયમાં સિદસર ગામને આધુનિક પીકઅપ બસ સ્ટેન્ડ તેમજ ઉપસ્થિત બહેનોની માગણી મુજબ સત્સંગ હોલ
બનાવવાનું કામ કરવાની પણ જાહેરાત કરી હતી.
આ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરીયા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, ગ્રામ વિકાસ
એજન્સીના ડાયરેક્ટર શ્રી ચૌધરી, ગામના સરપંચશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઑ, સંગઠનના હોદેદારશ્રીઑ
તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *