Gujarat

આ વર્ષે યોગ દિવસની ઉજવણીમાં 75 આઇકોનિક પ્લેસીસની યાદીમાં જામનગરના 2 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે : કલેકટરશ્રી

જામનગર જિલ્લા કલેકટર શ્રી બી. એ. શાહના અધ્યક્ષસ્થાને 'વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી પૂર્વેની
સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી તા. 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત પ્રયાસોને કારણે તારીખ 21 જૂન, 2015 ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 'આંતરરાષ્ટ્રીય યોગ
દિવસ' તરીકે જાહેર કરવામાં આવી છે. જે અંગે, યુ.એન.જી.એ. એ સમર્થન આપ્યું છે કે, યોગ જીવનના તમામ પાસાઓ વચ્ચે
સંતુલન સ્થાપિત કરવા માટે, ઉપરાંત આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી પગલું છે.
જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની ઉજવણી
સુરતમાં કરવામાં આવશે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી
કરવામાં આવશે. કલેકટરશ્રીએ જામનગરમાં યોગ દિવસના કાર્યક્રમમાં યુવાનોની સામેલગીરી વધારવી, જિલ્લા પંચાયત વિભાગ,
શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા ખાસ યોગ શિબિરનું આયોજન, સામાજિક સંસ્થાઓ અને એન.
જી. ઓ. ની સામેલગીરી વધારવી, મેડિકલના વિધાર્થીઓ, એન. સી. સી. કેડેટ્સ અને આયુર્વેદના વિધાર્થીઓ દ્વારા લોકોને યોગ
વિષે જાગૃત કરવા – આ તમામ મુદ્દાઓ પર સમિતિના સદસ્યો સાથે પરામર્શ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા રાજ્યના 75 આઇકોનિક સ્થળોની યાદીમાં
જામનગરની મહિલા કોલેજ અને ધ્રોલની જી. એમ. પટેલ સ્કૂલ- આ 2 સ્થળોનો વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં
સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાં વિશેષ રીતે યોગ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું, જિલ્લા ગ્રામ વિકાસ
એજન્સીના નિયામક શ્રી ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એમ. આઈ. પઠાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી
રમા કે. મદ્રા, ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કો- ઓર્ડીનેટર શ્રી હર્ષિતા મહેતા, જી. જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક શ્રી ડો.
દીપક તિવારી, એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી ડો. નંદિની દેસાઈ, અન્ય અધિકારીગણ અને શહેરની શૈક્ષણિક-
સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ હાજર રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *