Gujarat

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરની ભૌગોલિક શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા શુભાશય સાથે શહેરની વિવિધ સોસાયટીઓ અને મુખ્ય માર્ગોના નામ સૂચક બોર્ડ જે તે વિસ્તારમાં લગાવવામાં આવે એવી સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવ બગડા દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરતાં આ સંદર્ભે નગરપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં આ સંદર્ભે ઠરાવ પસાર કરવામાં આવેલ.

સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવ બગડા દ્વારા સાવરકુંડલા શહેરની અનોખી ઓળખ ઉભી થાય અને શહેરની ભૌગોલિક શોભામાં અભિવૃદ્ધિ થાય એ ઉદ્દેશથી શહેરની વિવિધ સોસાયટી તેમજ મુખ્ય રસ્તાઓમાં જે તે સોસાયટી અને રસ્તાના નામ નિર્દેશ કરતાં સાઈન બોર્ડ મૂકવાની માગણી કરવામાં આવેલ.આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા જનરલ બોર્ડ દ્વારા મિટિંગમાં આ સંદર્ભે ઠરાવ પસાર કરવામાં આવેલ તેમ વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય તથા દબાણ હટાવ સમિતિના ચેરમેન કેશવ બગડા દ્વારા એક યાદીમાં જણાવાયું હતું. હવે સાવરકુંડલા શહેરમાં બહારથી પધારતા આગંતુકોને  સાવરકુંડલાના વિવિધ ભૌગોલિક વિસ્તારો શોધવાનું વધું  સરળ બનશે. એમ વધુમાં કેશવ બગડા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

IMG-20231218-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *