Gujarat

નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી શ્રી વિક્રમભાઈ સાખટ અને ટીમની સફળ રજુઆત રંગ લાવી.

વિક્રમ સાખટ રાજુલા
 નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી શ્રી વિક્રમભાઈ સાખટ દ્વારા ટ્વીટ કરી સોશ્યલ મીડિયામાં પુરાવા સાથે ભાવનગર રેન્જ આઇ.જી  શ્રી પરમાર સાહેબ  રજૂઆત કરવામાં આવતા તેઓએ  જિલ્લામાં દારૂ ની પ્રવુતિ કરતા ઈશમો સામે કડક કાર્યવાહી કરવા
અમરેલી જિલ્લા પોલીસ  અધિક્ષક હિમકર સિંહ સાહેબ નાઓએ સૂચના આપી હોઈ જેથી અમરેલી જીલ્લા પોલીસને ઘોર નિંદ્રામાથી જગાડી  ને કોઈ લઠ્ઠાકાંડ થાય અને અનેક  બાળકો અનાથ થઈ જાય તે પહેલાં આપે આંખો આડા કાન કરી રહેલ પોલીસને કડક કાર્યવાહી કરવા સુચના આપી અને દારૂ બંધ કરાવી
અમરેલી જિલ્લા પોલીસની દારૂની  ગેર કાયદેસર પ્રવુતિ સામે લાલ આંખછેલ્લા 3 દિવસ તા.૧૮-૦૮-૨૦૨૩ થી ૨૦-૦૮-૨૦૨૩ સુધીમાં સ્પેશ્યલ પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરી કુલ 258 કેસો શોધી કાઢી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા.જેથી
ગાંધીના ગુજરાતમાં  અમરેલી જિલ્લામાં દારૂબંધી હોવાનો લોકો કરી રહ્યા છે અહેસાસ
આખરે મહેનત રંગ લાવી
નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી શ્રી વિક્રમભાઈ સાખટ અને ટીમ આપે વિવિધ સંગઠનો, સામાજિક આગેવાનો અને લોકોના સહકારથી જે દારૂ બંધી નું મિશન શરૂ કર્યું છે તેમાં સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે.અખબાર તેમજ સોશિયલ મીડિયા દ્વારા ઉચ્ચ કક્ષાએ જે રજુઆતોની    અસર થી અમરેલી જિલ્લામાં દારૂ નું વેચાણ બંધ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
પહેલા  લોકો એવી ચર્ચાં કરતા  કે અમારે તો શેરીએ શેરીએ દારૂ વેચાઈ રહ્યો છે , દારૂ પીવા માટે કેટલાક અજાણ્યા ઈસમો અને અસામાજિક તત્ત્વો આવતા હોય જેથી અભદ્ર ગાળો બોલવી, ઝઘડા થવા , મહિલાઓની છેડતી થવી, કે ચોરી થવા જેવી ઘટનાઓ બનવાની સંભાવના રહેતી હતી તેના બદલે હવે સલામતી અનુભવી રહ્યા છીએ  આ બાબતે સજાગ થઈ દારૂની ગેર પ્રવુતિ માં અંકુશ લાવવા બદલનેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી શ્રી વિક્રમભાઈ સાખટ દ્વારા ભાવનગર આઇ.જી ગૌતમ પરમાર સાહેબ તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હીમકર સિંહ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.પરંતુ આવું કાયમી માટે રહેશે કે શું ટાર્ગેટ પૂરું કરવા માટે પગલાં લેવામાં આવ્યા ???  અને ગાંધીજીનું ગુજરાત ફરી દારૂનું ગુજરાત તો નહિ બને ને ???તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.

20230822_010929.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *