Gujarat

રાજનીતિ કરને નહિ રાજનીતિ કો બદલને આયા હુ ના સુત્ર ને સાર્થક કર્યુ

રાણપુરમાં ગ્રામ પંચાયતના સદસ્ય પરવેજ કોઠારીયાએ પોતાના મતવિસ્તારમાં પોતાના ખર્ચે ડસ્ટબીન વિતરણ કર્યા
રાણપુર ગ્રામ પંચાયતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સદસ્ય એ ૧૫૦ કરતા વધુ ડસ્ટબીન પોતાના ખર્ચે વિતરણ કર્યા હોય તેવુ પહેલીવાર….
બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના યુવા સદસ્ય અને પ્રામાણિક અને સેવાભાવી યુવાન તરીકે જેની નામના છે એવા પરવેજ કોઠારીયા એ પોતાના વોર્ડ નંબર ૫ માં પોતાના ખર્ચે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ કર્યો છે.પરવેજ કોઠારીયા ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે બિનહરીફ ચુંટાયા ત્યારથી પોતાના ખર્ચે કંઈક ને કંઈક નવુ કરી રહ્યા છે.થોડા દિવસ પહેલા પોતાના ખર્ચે વોર્ડ નં-૫ માં લોકો ને બેસવા બાકડા મુક્યા હતા તો હવે વોર્ડ નં-૫ ના રહીશોના ઘરે-ઘરે પોતાના ખર્ચે ૧૫૦ કરતા વધુ ડસ્ટબીન વિતરણ કરી સ્વચ્છ તા વધુ ને વધુ સારી થાય અને લોકો ગંદકી નો કરે તે માટે પરવેજ કોઠારીયા એ પોતાના ખર્ચે પોતાના મત વિસ્તારમાં ઘરે-ઘરે જઈને ડસ્ટબીન વિતરણ કરી કચરો રોડ ઉપર નહી નાખવા અપીલ કરી હતી.તો વોર્ડ નં-૫ ના લોકો પણ પરવેજ કોઠારીયા ના કામ ને જબ્બર સમર્થન આપી રહ્યા છે.હાલ તો રાણપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૫ માં જેવી રીતે વિકાસના કામો અને લોક હીતના કામો થઈ રહ્યા છે તેવા કામ જો દરેક વોર્ડ માં થતા હોય તો ખરેખર રાણપુર નો વિકાસ થાય…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Picsart_23-08-19_16-49-02-707.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *