Gujarat

રાજકોટમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને તેના સાથીઓને શિસ્ત ભંગની નોટિસ

રાજકોટ
રાજકોટમાં ભાજપમાં આંતરિક લડાઈ સામે આવી છે. ભાજપની આતંરિક લડાઈ ચરમસીમાએ પહોંચી હોય તેવુ સામે આવ્યુ છે. રાજકોટમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને તેના સાથીઓને શિસ્ત ભંગની નોટિસ આપવામાં આવી છે. નોટિસનો ૭ દિવસમાં ખુલાસો આપવા આદેશ આપવામાં આવ્યો છે. લોધિકાસંઘની ચૂંટણીમાં પાર્ટીના આદેશની ઉપરવટ ગયા હતા. પાર્ટીએ નરેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ તરીકે યથાવત રાખવા વ્હીપ આપ્યો હતો. જેમાં રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસિત, મનસુખ સરધારાએ વ્હીપનું ઉલ્લંઘન કર્યુ હતું. નિયમનું ઉલ્લંઘન કરનારને સીઆર પાટીલે શિસ્તભંગની નોટીસ પાઠવી છે. વિધાનસભાની ચુંટણી સમયે અરવિંદ રૈયાણીએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *