Gujarat

અંબાજી મેળામાં સેવા કેમ્પોના આયોજકોએ અમલ કરવા માટેના નિયમો અંગેનું એસડીએમનું જાહેરનામું.

અંબાજી મેળામાં સેવા કેમ્પોના આયોજકોએ અમલ કરવા માટેના નિયમો અંગેનું એસડીએમનું જાહેરનામું

 

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: આગામી તા. ૨૩/૦૯/૨૦૨૩ થી તા. ર૯/૦૯/૨૦૨૩ દરમ્યાન અંબાજી મુકામે ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભકતો અંબાજી મુકામે આવતા હોય છે. તથા સમગ્ર જિલ્લાનાંથી મોટી સંખ્યામાં પગપાળા યાત્રાળુઓ અને સંઘો આવતા હોય છે. આ નિમિત્તે સ્થાનિક ગ્રામજનો, સંસ્થાઓ, સંગઠનો, વ્યકિતઓ ઘ્વારા પગપાળા યાત્રિકોની સેવા માટે સેવાકેમ્પ ઉભા કરવામાં આવતા હોય છે.

જે અંતર્ગત વરુણકુમાર બરનવાલ, આઈ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ અંબાજી તરફના તમામ માર્ગો ઉપરના સેવા કેમ્પોના આયોજકો માટે નીચેની વિગતે અમલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

જેમાં સેવાકેમ્પના આયોજકોએ રોડની ધારથી ૧૦ મીટર દૂર સેવા કેમ્પ ઉભા કરવાના રહેશે. સેવા કેમ્પ આગળ રસ્તા ઉપર બમ્પ બનાવી શકાશે નહી. જો હંગામી બમ્પ બનાવેલ હોય તો ભાદરવી પૂનમનો મહામેળો પુરો થયેથી આયોજકે નિકાલ કરવાનો રહેશે. સેવાકેમ્પમાં ૫૦ એમ.એમ.થી પાતળા પ્લાસ્ટીકનો ઉપયોગ થઈ શકશે નહિ. આયોજકોએ સેવાકેમ્પને ધ્યાનમાં રાખી કચરાના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે તેમજ કેમ્પ આગળ કચરાપેટીઓ મૂકવાની ૨હેશે. સેવા કેમ્પમાં કામ કરતા સ્વયં સેવકોના ઓળખપત્ર ફરજીયાત રાખવાના રહેશે. સેવા કેમ્પના આયોજકોએ પોતાના કેમ્પમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આગ્રહ રાખવાનો રહેશે.

ઉકત પ્રતિબંધ તા.ર૩/૦૯/૨૦૧૩ થી તા.૨૯/૦૯/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે.

IMG-20230917-WA0095.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *