આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે લાભાર્થી સંમેલન રાણાવાવ તાલુકાના બાપોદર ગામ ખાતે યોજાયું

ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકારની યોજના ઓના લીધેલ લાભ નું લાભાર્થી સંમેલન યોજાયું સંમેલનમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો જોડાયા તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રી ગામ ના લોકો પણ જોડાયેલ હતાં અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા અને આગેવાનો દ્વારા કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે લોકોને ખૂબ વિષતૃત માં માહિતી આપવામાં આવેલી હતી કેન્દ્ર સરકારની યોજના નો લીધેલ લાભ લાભાર્થી સાથે સીધો સંવાદ કરવામાં આવેલ ઉપસ્થિત સર્વે લોકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપેલી હતી
આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખશ્રી ગોપાલભાઈ કોઠારી જિલ્લા પંચાયતના સભ્ય જયેશભાઈ ભૂતિયા રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રામભાઈ બાપોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સામંતભાઈ મોઢવાડિયા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી બીપીનભાઇ કરથીયા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જગદીશભાઈ બાપોદરા બાપોદર ગામના સરપંચ શ્રી ભનુભાઈ બાપોદરા ભરતભાઈ બાપોદરા સર્વે કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

