Gujarat

ઊના ભાવનગર રોડ પર ગુંદાળા ગામના યુવાનને બે શખ્સોએ મારા પૈસા આજને આજ આપી દે કહી મુંઢમાર મારી જ્ઞાતિ પ્રત્યુ હડધુત કર્યો…

ઊનાના ગુંદાળા ગામે રહેતા યુવાન પાસે બે શખ્સો અગાઉના બાકી પૈસા આજને આજ આપી દે તેમ કહી ઉશ્કેરાઇ જઇ મુંઢમાર મારી જ્ઞાતિ પ્રત્યુ હડધુત કરેલ હોય આ બાબતે યુવાને બન્ને શખ્સો વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉમેજ ગામે રહેતા ભાવેશ ભીખુ ગોહીલ તેમજ જુમા રખા ઉનડજામ બન્ને શખ્સો દ્રારા ઊના ભાવનગર હાઇવે હોટલ નજીક વિનુભાઇ હમીરભાઇ ચૈાહાણને કહેલ કે હું તારી પાસે રૂ. ૮ હજાર માંગુ છુ તે પૈસા મને આજને આજ આપી દેવા જણાવી આ બાબતે વિનુભાઇને બન્ને શખ્સોએ ઝગડો કરી જેમફાવે તેમ ગાળો આપી જાતી પ્રત્યુ હડધુત કરી અપમાનીત કરેલ અને શરીરમાં ઢીકાપાટુનો મુંઢમાર મારી મુંઢ ઇજા કરી સામતેર બાજુ આવતો નહી નહીતર ટ્રેક્ટર ચડાવી દઇશુ તેમ કહી મારી નાખવાની ધમકી આપી હોય આ બાબતે વિનુભાઇ હમીરભાઇ ચૈાહાણે પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે એક્ટ્રોસીટી સહીતની કલમ હેઠળ ગુન્હો નોધી બન્ને શખ્સો વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *