Gujarat

ફિણાવ સાલવેશન આર્મી ચર્ચમાં પ્રેયર સેલ લીડર અને લોકલ અમલદારનો સેમિનાર યોજાયો

મહુધા તાલુકાના ફિણાવ ગામે નડીઆદ ડિવિઝન માં સાલ્વેશન આર્મી દ્વારા ફીણાંવ પલટન માં પ્રેયરસેલ લીડર અને લોકલ ઓફિસર સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિવિઝન કમાન્ડર મેજર અનિલભાઈ, ડી.ડી.ડબલ્યુ.એમ મેજર જયનીસા બાઈ, આણંદ ઇંગ્લિશ મીડિય સ્કુલના ઇન્ચાર્જ ઓફિસર મેજર જયકુમાર મેકવાન હાજર રહ્યા હતા.
સાથોસાથ સ્થાનિક પલટન દ્વારા તેમજ કેપ્ટન અશ્વિન અને સ્મિતા બેન દ્વારા સમગ્ર સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલા તમામ પલ્ટનના પ્રેયર સેલના લીડર તમામ પલટન ના લોકલ અમલદાર, સી.એસ.એલ.ડી. પ્રમુખ રવિકાંતભાઈ અને તમામ સભ્યો હાજર રહ્યા હતા.
આ સેમિનાર ને સફળ બનાવવા સુબેદાર પરમાર સ્ટીવન દ્વારા સ્પોંસર કરવામાં આવ્યો હતો સાથોસાથ તમામને પ્રેમ ભોજન પૂરું પાડવામાં આવ્યું.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230629-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *