Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ સરદાર પટેલ ગાર્ડનમાં ગૌરીવ્રત નિમિતે ધામધૂમ પૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે     

તા 1 જુલાઇથી જ્યા પાર્વતી (ગૌરીવ્રત)ની શરૂઆત થનાર છે. જે અંગે ભારે ધમધુમ પૂર્વક ગૌરીવ્રત છોટાઉદેપુર સરદારબાગ ખાતે ઉજવાશે જેની ઉજવવણી ની પૂર્વ તૈયારીઓ ચાલુ થઈ ગઇ છે. અને આયોજકો દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છોટાઉદેપુર નગરમાં આવેલ સરદાર પટેલ ગાર્ડનમાં ગૌરીવ્રત નિમિતે 5 દિવસ યુવતીઓ માટે રમત ગમત, ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન શ્રીજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સરદાર પટેલ ગાર્ડનમાં યોજતા આ કાર્યક્રમમાં યુવતીઓ માટે ડાન્સ, ગરબા, વેશભૂસા, સંગીત ખુરશી, જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગાર્ડનમાં થતા આ કાર્યક્રમોમાં યુવતીઓ 5 દિવસ આનંદ માણે છે. અને ધામધૂમ પૂર્વક વ્રતની ઉજવણી કરવામાં આવે છે.

                     અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે છોટાઉદેપુર સરદાર પટેલ ગાર્ડનમાં ગૌરીવ્રત નિમિતે નગરપાલિકાના ખર્ચે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ બે વર્ષથી શ્રીજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્વ ખર્ચે કાર્યક્રમની ઉજવણી કરાઈ રહી છે. હાલ વહીવટ દારનું સાસન હોય જે અર્થે પાલિકા સમક્ષ લેખિત માંગ કરવામાં આવી હતી. જેથી નગર પાલિકા ચીફ ઓફિસર ભવિનભાઈ બરજોડ દ્વારા કાર્યક્રમ કરવા અર્થે મંજૂરી આપી દેવામાં આવી છે. અને નગરપાલિકાના નાણા નો બચાવ કર્યો છે. જ્યારે શ્રીજી ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ સોનલબેન દેસાઈ એ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે પાલિકાના પૂર્વ કોર્પોરેટર પ્રશાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ગૌરીવ્રત નિમિતેનો ખર્ચ નગર પાલિકામાં કરવામાં આવતો હતો. પરંતુ ચાલુ વર્ષે આ કામગીરી ટ્રસ્ટ ને સોંપી દેતા પાલિકાના નાણાં નો બચાવ થયો છે. જે નાણા થી નગરના વિકાસ અર્થે કામ લાગશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230629-WA0089.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *