વિષય : સ્વ. બીજલભાઇ પેથાભાઈ મકવાણા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી નિમીતે જૂપડપટ્ટીમાં કપડાનું વિતરણ કરાયું.

તા.12/11/2023 નાં રોજ સ્વ. બીજલભાઇ પેથાભાઈ મકવાણા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર દ્વારા દીવાળી નિમીતે ” ગરીબના ઘરે પણ દિવાળી ” કાર્યક્ર્મ અંતર્ગત જામનગરના સાઈ બાબાના મંદીર નજીક રણજીત સાગર રોડ પાસે આવેલ જૂપડપટ્ટી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા કપડા વિતરણ કરવામાં આવ્યા હતા.

તેમજ નાના બાળકને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સુંદર કાર્યમાં ટ્રસ્ટનાં ટ્રસ્ટી જયદીપભાઈ બૌધ્ધ, રાહુલભાઇ મકવાણા તેમજ મકવાણા પરીવાર તરફથી સુધાબેન મકવાણા, વંદનાબેન મકવાણા, દક્ષાબેન મકવાણા, વર્ષાબેન મકવાણા, કુલદીપભાઈ તેમજ યાજ્ઞિકભાઈ હજાર રહ્યા હતા.

લી.
ઉપપ્રમૂખ
જયદીપ બૌધ્ધ
સ્વ. બીજલભાઇ પેથાભાઈ મકવાણા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

