Gujarat

મંત્રીશ્રીએ વાવાઝોડાના પગલે અને સુરક્ષાના કારણોસર લોકોને સ્થળાંતરિત થવા માટે સમજૂત પણ કર્યા

સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ માંગરોળના શીલ બારાની મુલાકાત લીધી હતી.  તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહેલ કામગીરીનું નિરીક્ષણ પણ તેમણે કર્યું હતું. સ્થાનિક આગેવાનોને સંભવિત વાવાઝોડાના પગલે અને સુરક્ષાના કારણોસર સ્થળાંતરિત થવા માટે લોકોને સમજૂત  કર્યા હતા.

   શીલ બારા ખાતે તંત્રની સાથે એન ડી આર એફ ની ટીમ સ્થળાંતર સહિત જરુરી કામગીરી કરી રહી છે.

   મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજે પણ જરુરી માર્ગદર્શન આપ્યું હતું.

   મંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, જિલ્લા પોલીસવાળા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, પ્રાંત અધિકારી શ્રી કિશન ગરચર સહિતના પદાધિકારી અધિકારી સાથે રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *