છોટાઉદેપુર જિલ્લામાં તથા પાવીજેતપર તાલુકાના ૪૩ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રુપ એમ દ્વારા ચાલતા હેલો ડોક્ટર બેન પ્રોગ્રામ અંતર્ગત લોકોમાં પોષણ વિશે જાગૃતિ લાવવા તેમજ વિલેજ લોન્ચિંગ પ્રોગ્રામ તારીખ 23 06 2023 થી શરૂ કરવામાં આવેલ છે જેમાં આયોજન મુજબ આજે ૦3/0૭/૨૩ મુવાડા અને ચૂલી ગામોમાં કાર્યક્રમ થયેલ આ કાર્યક્રમમાં મયુર તડવી, રાકેશ આર રાઠવા, સર્વિસ રાઠવા અને મયુર રાઠવા તેમજ નુક્કડ નાટક ટીમ દ્વારા ઝીરો થી છ વર્ષના બાળકોના વિવિધ આરોગ્ય પોષણ અને સ્વચ્છતા ના મુદ્દે સમજ ઊભી કરવા નાટક રજૂ કરવામાં આવેલ. સાથે બાળ ઉછેર ના વિવિધ મુદ્દા ને ઉજાગર કરવા વિવિધ રમતો સાથે આરોગ્ય ની માહિતી આપવામાં આવેલ તેમજ જીતનારને ઇનામ વિતરણ કરવામાં આવેલ. હેલો ડોક્ટરબેન દ્વારા સમાજમાં પ્રવર્તમાન માન્યતાઓ તેમજ આરોગ્ય લક્ષી સારી ટેવો પાડવા માટે સૂચિત કર્યા. 092276 92276 પર મિસ કોલ કરી મફત માં આ સેવા નો લાભ લેવા સૌને જણાવેલ આ કાર્યક્રમને ગામ લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હેલો ડોક્ટર બેન કાર્યક્રમ સાથે સંકલિત બાળ વિકાસ યોજનાનો પણ પૂર્ણ સહયોગ સામાજિક જાગૃતતા લાવવામાં થઈ રહ્યું છે. આ કાર્યક્રમ ને આંગણવાડી કાર્યકરબેન/સૂપરવાઈઝરબેન/મુખ્ય સેવિકબેન/ બ્લોક કો – ઓર્ડીનેટર/ આશાબેન/ગામ ના PHC ના સ્ટાફ નો સપોર્ટ મળેલ. અને
આંગણવાડી સ્ટાફનો ફાળો બાળ ઉછેર માટે સમાજમાં મહત્વનો છે તો છોટાઉદેપુરના તમામ 0 થી 6 વર્ષના બાળકોના વાલીઓને વિનંતી છે કે આ મફત મોબાઇલ સેવા નું લાભ લઈ 09227692276 પર મિસકોલ મારી પોતાના કુટુંબ ને સ્વાસ્થ્ય અને પોષણ માટેના સંદેશાઓ મફતમાં સાંભળી પોતાના બાળક નું આરોગ્ય સારું કરે.
પાવી જેતપુર તાલુકા માં નુક્કડ નાટક નું કામ પૂરું કરી ને ટીમ બોડેલી તાલુકા ના 33 ગામો માં પણ કામ ચાલુ કરશે અને નસવાડી સંખેડા માં પણ ચાલુ કરશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


