Gujarat

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાંત્રિક અને બિન તાંત્રિક પરિક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો

ગૌણ સેવા પસંદગી મંડળ ની તાંત્રિક બિન તાંત્રિક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાંત્રિક અને બિન તાંત્રિક પરિક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. હવેથી આ પરીક્ષા બે તબક્કામાં મંડળ દ્વારા લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦ અને ગાણિતીક ૩૦ પરીક્ષાની ૬૦ માર્કની પરીક્ષા લેવાશે. તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્ક તથા સંબંધિત વિભાગો અને ઉપયોગિતાના ૧૨૦ માર્કનું કુલ ૧૫૦ માર્કનું પેપર રહેશે. બંને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. કુલ જગ્યાના બે ઘણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે. ખોટા જવાબના નેગેટિવ માર્કિંગ પણ રહેશે.

ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણવાયું કે, તાંત્રિક બિનતાંત્રિક વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જે સંવર્ગોના ભરતી નિયમો સાથે પરીક્ષા પદ્ધતિના નિયમો નક્કી થયા નથી તેવા સંવર્ગોની પરીક્ષા પતિ નિયત કરવામાં આવેલ હતી. વંચાણે લીધેલ ક્રમ-૨ ના પત્રથી ઉક્ત પરીક્ષા પધ્ધતિમાં સૂચવેલ અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવેલ હતો અને વંચાણે લીધેલ ક્રમ-૩ ના પત્રથી “કોમ્પયુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો અભ્યાસક્રમ નિયત કરવામાં આવ્યો હતો. હવે વંચાણે લીધેલ ક્રમ-૪ પરના પત્રથી હાલમાં લેવાનાર કેટલાક તાંત્રિક સંવર્ગોની ભરતીમાં બીજા તબક્કાની કમ્પ્યૂટર પ્રોફીસીયન્સી ટેસ્ટ રદ કરવામાં આવેલ છે.

વધુમાં, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા ઝડપી બને અને સમયબધ્ધ કાર્યક્રમને અનુલક્ષીને ભરતી લક્ષ્યાંકો પૂર્ણ થઇ શકે તેમજ પસંદગીનું ઊંચું ધોરણ જાળવીને યોગ્ય ઉમેદવારોની સરળ રીતે પસંદગી થઇ શકે તે હેતુથી પ્રવર્તમાન પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાની અને પરીક્ષા પધ્ધતિનાં બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ રદ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી ભરતી માટે પરીક્ષા પધ્ધતિ અનુસરવાનું આથી ઠરાવવામાં આવે છે.

આઇ.ટી.આઇ. ડીપ્લોમાં ધોરણ ૧૦ કે ૧૨ પછીનો ટેકનીકલ સર્ટીફીકેટ એએ તેમજ સ્નાતક

પરીક્ષા :  બે ભાગમાં લેવામાં આવશે. (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે)

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *