ગાંધીનગર
સમગ્ર દેશમાં તા. ૦૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન પોષણમાહ તરીકે ઉજવણી કરવામાં આવે છે. હાલમાં ઇન્ટરનેટ વપરાશ કરતા લોકોની સંખ્યા દિન પ્રતિદિન સતત વધી રહી છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની શરૂઆત ડીઝીટલ ભારતના ભાગ રૂપે ”મહા સ્ટેટ્સ કેમ્પઇન”થી કરવામાં આવી છે. જેમા લાખો લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનાં સ્ટેટ્સ મોડ થકી મહિલા અને બાળ વિકાસ દ્વારા કાર્યરત યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ પહોચાડવામાં આવશે. દર મહિનાની ૨જી તારીખે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ વોટ્સઅપ સ્ટેટસ માટે તૈયાર કરવામાં આવશે. “મહા સ્ટેટ્સ કેમ્પઇન”માં મંત્રી(મ.બા.ક.) તથા કમિશનર (મ.બા.વિ.) જાેડાશે. મંત્રી (મ.બા.ક.)નું કાર્યાલય તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત તમામ વડી કચેરીઓનાં અધિકારી, કર્મચારી તથા અન્ય સ્ટાફ જાેડાશે. તમામ જિલ્લા, તાલુકા અને ઘટક કચેરીઓનાં અધિકારી, કર્મચારી તથા અન્ય સ્ટાફ જાેડાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ જાેડાયેલા તમામ સંસ્થાઓનાં સ્ટાફ જાેડાશે. ગુજરાત રાજ્યની ૫૩૦૨૯ આંગણવાડી કેન્દ્રનાં આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર તથા લાભાર્થીઓ જાેડાશે. “મહા સ્ટેટ્સ કેમ્પઇન”માં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કાર્યરત તમામ લોકો જાેડાઇને જન જાગૃતિ અર્થે લાખો લોકોને ગુજરાતનાં ખુણે ખુણે છેવાડાના માનવી સુધી પોષણ વિષયક સંદેશાઓ પહોચાડી પોષણ માહ – ૨૦૨૩નાં ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’નાં સંકલ્પને સાકાર કરવામાં આવશે.

