Maharashtra

ઓન્લીના OTT પર OMG 2 નું અનકટ વર્ઝન આવશે

મુંબઈ
અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓહ માય ગોડને વિવાદો વચ્ચે પણ બોક્સઓફિસ પર ઠીકઠાક સફળતા મળી છે. સેન્સર બોર્ડે ૨૭ કટ્‌સ અને ડાયલોગ્સમાં ફેરફાર કરાવ્યા બાદ રિલીઝ થયેલી આ ફિલ્મ એડલ્ટ સર્ટિફિકેટ સાથે રજૂ થઈ હતી. થીયેટરમાંથી આ ફિલ્મની વિદાય થવાની તૈયારી છે ત્યારે મેકર્સે ઓટીટી પર આગમનની તૈયારી શરૂ કરી છે. ફિલ્મના ડાયરેક્ટર અમિત રાયે જણાવ્યું હતું કે, દેશમાં સેક્સ એજ્યુકેશનનું મહત્ત્વ દર્શાવતી આ ફિલ્મ દરેક વ્યક્તિએ જાેવા જેવી હતી. ફિલ્મને ૧૨ વર્ષથી ઉપરના બાળકો જાેઈ શકે તે માટે ેં/છ સર્ટિફિકેટની માગણી થઈ હતી. જાે કે સેન્સર બોર્ડે એડલ્ટ સર્ટિફિકેટ આપ્યું હતું. ફિલ્મને ટૂંક સમયમાં ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવશે. જેમાં અનકટ વર્ઝન બતાવવામાં આવશે.

Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *