Gujarat

સિવિલ હોસ્પિટલ સુધીનાં આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીમાં પણ વિનામૂલ્યે રસી અપાશે

બોટાદ
શું તમારા બાળકને રોગપ્રતિરોધક રસી અપાવી છે? રાજ્ય સરકારનું સાવર્ત્રિક રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. ગુજરાત સરકાર દ્વારા સાવર્ત્રિક રસીકરણ અભિયાન અંતર્ગત ૧૦ પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે અપાય છે. સબ સેન્ટરથી સિવિલ હોસ્પિટલ સુધીનાં આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીમાં પણ વિનામૂલ્યે રસી અપાય છે. રાજ્યમાં દર વર્ષે ૧૩ લાખ બાળકોને અંદાજિત રૂ. ૪૦૮ કરોડની કિંમતની રસી નિઃશુલ્ક અપાય છે. ્‌(ટીટનસ) ડ્ઢ(ડિપ્થેરિયા), બી.સી.જી., હિપેટાઇટીસ બી, રોટા વાઇરસ, પી.સી.વી, ઓરી રૂબેલા જેવા રોગ સામે રક્ષણ આપતી રસી અપાય છે. વેક્સિનને નિયત કરેલ ૨થી ૮ ડિગ્રી તાપમાનમાં જાળવવામાં આવે તો રસીની ગુણવત્તા જળવાઇ રહે છે. મહિલાના ગર્ભવતી થવાથી લઈને બાળકના જન્મ પછીના ૧૬ વર્ષ સુધી વિવિધ રસી અપાય છે. ત્યારે કઇ રસી ક્યારે આપવી તેનું લિસ્ટ દરેક માતાપિતાએ જાણવું જરૂરી છે. રોગપ્રતિરોધક રસીનું શું મહત્ત્વ છે, તે આપણે સૌએ કોરાનાકાળમાં જાેયું છે. કેટલીક ગંભીર અને જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપવા માટે રસી લગાવવી ખૂબ જ જરૂરી છે. કેટલીક રસીના માત્ર એક ડોઝથી સમગ્ર જીવન દરમિયાન ગંભીર પ્રકારની બીમારીઓથી રક્ષણ મળે છે.

Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *