અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં જમ્મુ-કાશ્મીર રાજ્યના ઉરી ખાતેથી વિદ્યાર્થીઓનું એક જૂથ આવ્યું હતું. તેમની સાથે આવેલા શિક્ષક શ્રી નાસીર અહેમદ કહે છે કે, અહીંયા ઉપરકોટના કિલ્લાની સાથે રોપ-વેના સફરની મજા માણી હતી. ગિરનાર પર્વત કાશ્મીરના પર્વતોથી અલગ છે. છતાં ત્યાં પણ રોપ-વે ડેવલપ થઈ શકે તેમ છે. જેથી રોજગારીની નવી તકો સાંપડી શકે. આ સાથે ઉપરકોટના કિલ્લાને નિહાળવાના અનુભવને યાદગાર ગણાવ્યો હતો.
શ્રી નસીરે પોતાના અનુભવો વ્યક્ત કરતાં કહ્યું કે, અહીંયાના લોકો ખૂબ સેવાભાવી, જમીનથી જોડાયેલા અને ગરીબ લોકોની મદદ કરે છે…અહીંના ટ્રસ્ટો- સેવાભાવી સંસ્થાઓ જે લોકોને આગળ લાવવામાં ખૂબ સહાયરૂપ થઈ રહ્યા છે. તે જમ્મુ કાશ્મીર માટે શીખવા જેવું છે. ઉપરાંત તેમણે કહ્યું કે, જૂનાગઢ પહેલીવાર આવ્યા છીએ પરંતુ જાણે પોતાનું જ ઘર હોય તેવો અનુભવ રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરના આ શિક્ષક અને વિદ્યાર્થીઓને વિશ્વગ્રામ ટ્રસ્ટે ગિરનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હોવાનું જણાવ્યું હતું.
