હરિયાણાના હિસાર-ફતેબાદથી આવેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને સર કરવા માટે આદમ્ય ઉત્સાહ દાખવ્યો હતો. આ સાથે તેમણે સ્પર્ધાના પૂર્વે જૂનાગઢ,સાસણ અને સોમનાથ નજીકના પ્રવાસન સ્થળોની પણ શેર કરી હતી.
હરિયાણાની મીનુ શર્મા કહે છે કે, અમે ગ્રુપમાં અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છીએ. આ સ્પર્ધાની પૂર્વે સાસણ અને સોમનાથની સફરનો આનંદ માણ્યો હતો. ખાસ કરીને સાસણ ખાતે ગિર અભયારણ્યમાં સિંહને નજીકથી જોવાની તક મળી હતી. ખરેખર વનમાં વિહરતા સિંહને જોવા એક એક લ્હાવો છે. સાથે જ ઉછળકૂદ કરતા હિરણ સહિતના પશુ-પક્ષીઓને નિહાળ્યા હતા. સોમનાથ ખાતે પણ ભગવાન મહાદેવના દર્શન કરવાની સાથે રળિયામણા દરિયા કિનારાનો આનંદ માણ્યો હતો. ઉપરાંત તેમણે જૂનાગઢમાં સક્કરબાગ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.
