આજ રોજ શ્રી હડિયાણા કન્યા શાળામાં સરકારી નર્સિંગ કોલેજ જામનગર દ્વારા કિશોરાવસ્થા દરમિયાન થતાં ફેરફારો અંગેનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી નર્સિંગ કોલેજ જામનગરના HOD પ્રો. પ્રજાપતિ સાહેબ, પ્રો. ગોવિંદભાઈ જોબનપુત્ર સાહેબ, પ્રો. વિનય સાહેબ તથા પ્રો. કીર્તિ મેડમ અને સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની બહેનો દ્વારા શ્રી હડીયાણા કન્યા શાળાની વિદ્યાર્થીની બહેનોને કિશોરાવસ્થા દરમિયાન છતાં ફેરફારો અંગે તથા આ અવસ્થા દરમિયાન રહેતી મુશ્કેલીઓ અંગે વિશેષ માર્ગદર્શન આપતું. ઉપરાંત ગુડ ટચ અને બેડ ટચ અંગે વિસ્તારપૂર્વક સમજણ આપતું એક પ્રદર્શન શ્રી હડીયાણા કન્યા શાળામાં યોજવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીની બહેનોને ખૂબ જ ઉપયોગી અને જરૂરી એવી માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણા દ્વારા ઉપસ્થિત કોલેજના પ્રોફેસરો તથા વિદ્યાર્થીની બહેનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો……….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા……………..