ગાંધીનગર
ઓડીસામાં થયેલ ટ્રેન દુર્ઘટનાના પગલે ગુજરાત ભાજપે તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે.ઓડિશામાં બનેલી દુઃખદ દુર્ઘટના પગલે ભાજપા ગુજરાતના કેન્દ્ર સરકારે ૯ વર્ષ પુરા કર્યા તેની ઉજવણીના તથા ગુજરાત ભાજપ ના બીજા કાર્યેક્રમો સ્થગિત કરવામાં આવે છે.હવે પછી બીજી જાહેરાત કરવામાં આવશે. ગતરાત્રે ઓરીસ્સામાં થયેલ ભયાનક ટ્રેન દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાનાર સંપર્ક અભિયાન,ટિફીન બેઠક તથા જાહેર કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. આ ઉપરાંત ઓડિશામાં ગઈકાલે થયેલો ટ્રેન અકસ્માત જેમાં યાત્રીઓના દુઃખદ અવસાન થયેલ છે.આ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે પણ ટિ્વટ કરીને દુખ વ્યક્ત કર્યું છે . “ઓડિશાનાં બાલાસોરમાં ગઇકાલે સાંજે ઘટેલી રેલ-દુર્ઘટના અત્યંત દુખદ છે. આ દુર્ઘટનાને કારણે કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થતા એ અંતર્ગત યોજાનારા કાર્યક્રમો અને ભારતીય જનતા પાર્ટીનાં અન્ય તમામ કાર્યક્રમો આજનાં દિવસ માટે સ્થગિત કર્યા છે. ઇશ્વર શોકાકુલ પરિવારોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પણ કરે અને દિવંગતોને શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ”.
