Gujarat

કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ખટાશ ગામે ઈન્કમટેકસ ઓફિસરોના સ્વાંગમા આવી ફરીયાદી સાથે  આરોપીઓએ કરેલ છેતરપિંડીનો ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢતી કદવાલ પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન  તથા  વી.એસ.ગાવિત સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં દાખલ થયેલ અનડીટેકટ મિલકત સબંધી ગુના શોધી કાઢી આરોપીઓની ધરપકડ કરવા અંગે થાણા અમલદાર તથા શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને કે.કે.સોલંકી, પોલીસ સબ ઈન્સ્પેકટર કદવાલ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો દ્વારા કદવાલ પોલીસ સ્ટેશન ખાતે તા.૨૭/૦૧/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ A-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૪૨૩૦૦૬૫/ ૨૦૨૩ ઈ.પી.કો.કલમ ૪૨૦,૪૫૨,૧૭૦,૧૧૪  મુજબનો ગુનો જેમાં કદવાલ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ખટાશ ગામમા આરોપીઓ ઇન્કમટેકસ ઓફિસરોના સ્વાંગમા આવી, આરોપીઓએ ફરીયાદી સાથે ઠગાઈ કરી રોકડા રૂપીયા તથા મોબાઈલ ફોન લઈ આરોપીઓ પોતે લઈને આવેલ બે ફોર વ્હીલ ગાડીઓ તથા એક મો.સા. ઉપર નાસી છુટેલ તે અનડીટેકટ ગુનો શોધી કાઢવા સબંધે હ્યુમન રીસોસીંસ તથા ટેકનીકલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી ખુબ જ ઝીણવટભરી રીતે અભ્યાસ કરી ગુનો ડીટેકટ કરવાની દિશામા પ્રયત્નો હાથ ધરી આરોપીઓનુ પગેરૂ મેળવવામા સફળતા મેળવી અને વડૉદરા શહેર ખાતેથી આ ગુનામા સંડોવાયેલ એક આરોપી નિશાંત બિપીનભાઈ શાહ રહે.૨૩-A શ્રીનગર સોસાયટી, ગાય સર્કલ પાસે,પ્રોડક્ટીવીટી રોડ, વડોદરાનાની ધરપકડ કરી ગુનો શોધી કાઢવામાં આવેલ છે. આ ગુનામા સંડોવાયેલા અન્ય આરોપીઓ તથા આ ગુનામા સંડોવાયેલ ફરાર આરોપી વડૉદરા સયાજી સમાચાર પ્રેસના તંત્રી દિપકભાઈ ચંન્દ્રકાંત કંદોઈની ધરપકડ કરવા સ્થાનિક પોલીસ તથા એલ.સી.બી. છોટાઉદેપુર દ્વારા સંયુકત રીતે  તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *