Gujarat

કેન્સર દિન ની ઉજવણી સરકારીહોસ્પિટલ, કેશોદ અને એન.સી.ડી. વિભાગ દ્વારા વિશ્વ કેન્સર દિનની ઉજવણી કરી

જાહેર જનતાને કેન્સર વિશે માહિતગાર કરવામાં આવ્યા.
વિશ્વમાં જે બીમારીથી લોકો મૃત્યુ પામે છે તેમાં બીજા ક્રમે કેન્સર રોગથી લોકોનું મૃત્યુ થાય છે. પ્રિવેંશન ઇઝ બેટર ધેન ક્યોર. સમયસર જો કેન્સર રોગનું નિદાન અને સારવાર કરવામાં આવે છે તો કેન્સર રોગ અટકાવી શકાય છે. સામાન્ય ગાંઠ હોય તો પણ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. જે લોકો પાન, માવા, બીડી, સિગારેટના વ્યસની છે તેઓએ ખાસ સાવચેતીરૂપે સમયાંતરે આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ. સ્ત્રીઓમાં મુખ્યત્વે સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેથી આજરોજ ૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિન નિમિત્તે  જાહેર જનતાને અપીલ છે કે, કોઈપણ વિલંબ વિના નજીકના આરોગ્ય કેન્દ્ર અને એન.સી.ડી. વિભાગનો સંપર્ક કરી નોન કોમ્યુનિકેબલ ડીસિઝનો ફેલાવો અટકાવીએ. આ તકે દિપેનભાઈ અટારા, ફાર્માસિસ્ટ, સરકારી હોસ્પિટલ, કેશોદ અને જીજ્ઞેશ ચંડેગરા, કાઉન્સેલર દ્વારા જલારામ મંદિર, કેશોદ ખાતે આયોજિત કેમ્પમાં લોકોમાં કેન્સર રોગ વિશે જાગૃતતા લાવવા માહિતી આપી હતી.
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG_20230205_16050638.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *