Gujarat

બોડેલી તાલુકા ના સવજી પૂરા ગામે દીપડો  પાંજરે પુરાયો   પીંજરામાં કેદ કરાયેલા દીપડાને જોવા લોકટોળાં ઉમટી પડ્યા

બોડેલી તાલુકા ના સવજી પૂરા ગામે દીપડો  પાંજરે પુરાયો
બોડેલી તાલુકા ના સવજી પૂરા ,કાપડિયા,અને સરગઈ વિસ્તાર માં દીપડો દેખાતા વન વિભાગ ને જાણ કરાઈ હતી વન વિભાગને જાણ થતા
વન વિભાગ દ્વારા દીપડા ને પકડવા માટે મૂકવા માં આવ્યા હતા  3 પાંજરા બે ત્રણ દિવસ પહેલા આ દીપડાએ ફાર્મ હાઉસ માંથી એક કૂતરાનું મારણ કર્યું હતું
આજે પાંજરા માં દીપડો પૂરાતા ગ્રામજનોમાં હાશકારો જોવા મળ્યો હતો
 બોડેલી તાલુકા ના સવજી પૂરા વિસ્તાર ના લોકો ને કૈક અંશે  રાહત જોવા મળી હતી
જ્યારે મુલધર ગામ ના એક બાળક અને ધોરીવાવ ગામના એક બાળક નું મોત નીપજાવનાર દીપડો પાંજરે ન પૂરાતા મુલધર, ટીંબી, સુસ્કાલ ગામ ના લોકો માં આજે પણ માનવ ભક્ષી દીપડા ને લઈ દહેસત જોવા મળી રહી છે અને એ વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વન વિભાગ દ્વારા વહેલી તકે માનવ ભક્ષિત દીપડાને પાંજરે પૂરવામાં આવે તેમ આ વિસ્તારના ગ્રામજનો જણાઈ રહ્યા છે
પણ હાલમાં તો વન વિભાગ દ્વારા બોડેલી તાલુકા ના સવજી પૂરા ગામે દીપડો  પાંજરે પુરાયો હતો
 પીંજરામાં કેદ કરાયેલા દીપડાને જોવા લોકટોળાં ઉમટી પડ્યા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230205-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *