Gujarat

ખેડા જિલ્લામાં તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવાના અંગેનું જાહેરનામું

મકસુદ કારીગર,કઠલાલ
રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા કમિશન ભારત સરકારશ્રીની સુચના મુજબ ખેડા જિલ્લાની તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોર જયાં ડ્રગ્સ એન્ડ કેમીસ્ટ નિયમોની જોગવાઈઓ મુજબ Schedule H, H1 and X ડ્રગ્સનું વેચાણ કરવામાં આવે છે તે તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૩૩ હેઠળ હુકમ કરવા સુચન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા મિશન, ભારત સરકારશ્રીના સુચન સંદર્ભે ખેડા જિલ્લાના તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોર માલિકોએ ૧ (એક) માસના સમયમાં મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવાના રહેશે. આ CCTV કેમેરાનું રેકોંર્ડીગ કોઈપણ સમયે જિલ્લા ડ્રગ કંટ્રોલ ઓથોરીટી/CWPO દ્વારા આકસ્મિક સમયે કોઈપણ સમયે ચેક કરવામાં આવશે.
ખેડા જિલ્લાના કોઈપણ મેડીકલ ફાર્મસી સ્ટોર માલિક દ્વારા આ મુજબના હુકમનું ઉલ્લંઘન કરતા હોવાનું માલુમ પડશે તો કાયદાની જોગવાઈ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ખેડા નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *