ગીરગઢડા નજીક ગીરજંગલ અડીને આવેલ હોય અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી ચઢતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયેલ
હતું. ધોકડવા ગામમાં મુખ્ય રસ્તા પર વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ એક સાથે બે સિંહ યુગલ આવી ચઢયા હતા. ત્યારે
રસ્તાની સાઇડમાં આવેલ દુકાનમાં ફીટ કરાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયેલ. ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ
પણ આ સિંહ યુગલને જોતા ભય અનુભવેલ હતો. અને આ સિંહ યુગલ નજીકની સીમ વાડી વિસ્તારમાં શિકારની શોધમાં નાશી
છુટ્યા હતા.


