Gujarat

ચાર વર્ષ અગાઉ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી મો.સા. ચોરીનો ગુનો શોધી કાઢી કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુર  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે આધારે  વી.બી.કોઠીયા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ  આર.એસ.ડામોર પો.સ.ઇ. એલ.સી.બી તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એમ.પી. બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એક ઇસમ ચોરીની હોન્ડા સાઇન મો.સા. લઇને મધ્યપ્રદેશ રાજ્યના અંધારકાચ ગામ તરફથી ગુજરાત રાજ્યના સિંહાદા ગામ તરફ આવતા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને સદરી ઇસમ ઉપર શંકા જતા તેને કોર્ડન કરી પકડી પાડી વાહન અંગે ખાત્રી તપાસ કરતા નસવાડી પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરી અંગે સને ૨૦૧૯ ના વર્ષમાં ગુનો નોંધાયેલ હોય જેથી મોટર સાયકલની કિ.રૂ.૩૦,૦૦૦/- ની ગણી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી.૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને નસવાડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230204-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *