આજની અતિ વ્યસ્ત જીવનશૈલીમાં વ્યક્તિ તણાવ મુક્ત અને સ્વસ્થ રહી શકે તે માટે રમતગમતની ભૂમિકા મહત્વની છે,તેને કેન્દ્રમાં રાખી છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા છોટાઉદેપુર પોલીસ પરેડ મેદાનમાં તમામ પ્રકારની રમત માટેના મેદાન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે જેમાં પોતે તો નિયમિત રમે જ છે સાથે તમામ મેદાન પોલીસ અને જાહેર જનતા માટે પણ ખુલ્લા મુક્યા છે,જેના પરિણામ સ્વરૂપ માત્ર શહેરોમાં રમાતી ટેનિસ ની રમત માટે પણ કોટ તૈયાર કરવામાં આવ્યો છે,જેમાં પોલીસ સહિત અહીં પ્રેક્ટિસ કરી આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકો, અધિકારીઓ અને સામાન્ય નાગરિકો ખુબજ સારી રીતે ટેનિસ રમત રમી રહ્યા છે આવા ખેલાડીઓને અને છોટાઉદેપુર ની જનતાને ટેનિસ રમત પ્રત્યે પ્રોત્સાહિત કરવાના હેતુસર છોટાઉદેપુર માઇન એસોસિએશન ના સહયોગથી ત્રિદિવસીય ડે- નાઈટ ટેનિસ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે,ટુર્નામેન્ટનું શુક્રવારે સાંજે જીલા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ શુભારંભ કરાવ્યો છે,ટુર્નામેન્ટમાં બાળકો,અધિકારીઓ,નાગરિકો માંથી 12 ખેલાડીઓ ભાગ લઈ રમી રહ્યા છે.ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી અને રોકડ પુરષ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


