જામનગર જિલ્લા તિજોરી કચેરી અને તાબાની પેટા તિજોરી કચેરીમાંથી ઈન્ટરનેશનલ રિલિજિયસ
લિબર્ટી એસોસિએશન (IRLA) સ્કીમ હેઠળ બેન્ક મારફત ગુજરાત રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું પેંશન મેળવતા પેંશનરો
માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જામનગર જિલ્લાના તમામ પેંશનરોએ માહે મે, જૂન અને જૂલાઈ- 2023
દરમિયાન જે બેન્ક બ્રાન્ચ મારફતે પેંશન મેળવતા હોય તો તે બ્રાન્ચમાં જઈને, હયાતીની ખાતરી કરાવવાની રહેશે.
હયાતીની ખરાઈ અંગેના ફોર્મમાં દરેક પેંશનરે અત્રેની કચેરીના પેન્શન પેમેન્ટ ઓર્ડર (P. P. O.) માં કરેલી સહીના નમૂના
મુજબની સહી કરવાની રહશે. અત્રે, લાગુ પડતા કિસ્સામાં ફેમિલી પેંશનરોએ લગ્ન/ પુનઃ લગ્ન અને ફરી સરકારી નોકરીમાં
જોડાયેલા હોય તેવા પેંશનરોએ એમ્પ્લોઈડ/ રી- એમ્પ્લોઈડ ફોર્મમાં પણ સહી કરવાની રહેશે.
જે પેંશનરો હયાતીની ખાતરી અર્થે બેંકમાં રૂબરૂ જઈ શકે તેમ ન હોય તો તેવા પેંશનરોએ jeevanpramaan.gov.in
નામની વેબસાઈટ પર જઈને પણ ઓનલાઈન હયાતીની ખાતરી કરાવી શકશે. જે પેંશનરો વિદેશમાં રહેતા હોય તો તેઓ તેમની
હયાતીની ખાતરી જે દેશમાં વસવાટ કરતા હોય ત્યાં પબ્લિક નોટરી પાસે ફોટા, બેન્ક બ્રાન્ચ અને પી. પી. ઓ. નંબર, અને બેન્ક
ખાતા નંબરની વિગતોની નોંધ સાથે હયાતીની ખાતરી કરાવી શકશે.
પેંશનરોએ વર્ષ 2022- 23 ના આવકના પ્રમાણપત્રો અને પેંશનરો જોગ વધારાની માહિતી જે- તે સંબંધિત બેન્ક પાસેથી મેળવી
લેવા વિનંતી છે. આ અંગે, આવકના પ્રમાણપત્રો https://cybertreasury.gujarat.gov.in નામની વેબસાઈટ
