જામનગર
જામનગર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય આધેડની ખાટલામાં બાંધી હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. આધેડનો મોઢે ડૂચો અને ગળેટૂંપો આપી હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવ બાદ ઘરમાંથી પત્ની અને તેનો પુત્ર ગાયબ થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ બનાવમાં ઘરના જ ઘાતકી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.જામનગરની હરિયા કોલેજ રોડ પર આવેલા સરદારનગર વિસ્તારના એક ઘરમાંથી શંકરલાલ બંગાળી નામના આધેડની હત્યા કરાયેલી હાલતમાં ખાટલામાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આધેડ તેની પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. પરંતુ, હત્યાના બનાવ બાદ બંને ઘરમાં હાજર ન હોય પોલીસે તેમના પર આશંકા વ્યકત કરી શોધખોળ હાથ ધરી છે.


