Gujarat

જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજના પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિન વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે અલિયાબાડા ગામમાં ફિલ્ડ વિઝીટ કરવામાં આવી

જામનગરમાં આવેલી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજના પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસીન
વિભાગ એટલે કે નિવારક અને સામાજિક દવા / સામુદાયિક દવા વિભાગ દ્વારા ગત તા. 25 એપ્રિલના રોજ 'વિશ્વ મેલેરિયા
દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી.
જે અન્વયે, જામનગર તાલુકામાં આવેલા અલિયાબાડા ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર (RHTC) માં ફિલ્ડ વિઝીટનું આયોજન
કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત મેલેરિયાની બીમારી ફેલાતી અટકાવવા માટેના પગલાં જણાવવામાં આવ્યા હતા. તેમજ
ગ્રામજનોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મેલેરિયા, અન્ય મચ્છરજન્ય રોગો અને બીમારી ના ફેલાય તે
માટેના સાવચેતીના પગલાં દર્શાવતા પોસ્ટર્સ ગ્રામજનોએ નિહાળ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસીન વિભાગના પ્રાધ્યાપકશ્રીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર
રહયા હતા. તેમ મેડિકલ કોલેજના ડીન શ્રી ડો. નંદિની દેસાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

.-શાહ-મેડિકલ-કોલેજ-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *