નીજિયા ધર્મના સ્થાપક શ્રી રામદેવજી મહારાજ ની જીવન ચરિત્ર માનસ કથાનો હાવતડ ગામે શુભ પ્રારંભ. લાઠી તાલુકાના હાવતડ ગામે આવેલ શ્રી રામદેવપીર આશ્રમ ખાતે મહંતશ્રી શંભુભગતના આશીર્વાદ થી શ્રી રામદેવજી મહારાજ ના જીવન ચરિત્ર માનસ કથાના ગઈકાલે ત્રીજા અને આજે ચોથા દિવસે રામદેવ જન્મોત્સવ અને ૧૬ પગલા કુમ કુમ ના પહેલા પરચા ના વર્ણન અને બાળ ચરિત્ર પ્રસંગોમાં સીતારામ બાપુ ( દામનગર), ભરતબાપુ (ભુતીયા ),શામળદાસ બાપુ ( ગારિયાધાર)ની હાજરીમાં શ્રોતાજનોની સાથે વક્તા શ્રી ભીમજી ભગતે સંગીતના સથવારે કથાનું રસપાન કરાવી મંત્ર મુગ્ધ કરાવી રહ્યા છે.બપોરના સમયે કથાનું રસપાન કરવા આવતા ભક્તો અને સેવકો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.તા.૨૭-૨ ને સોમવારે કથાને વિરામ આપવામાં આવશે.કથા અને ભોજનનો લાભ લેવા શ્રી શંભુભગતે જણાવ્યું છે.( અતુલ શુક્લ.)



