દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે પાળીયાદની જગ્યાના મહંત નિર્મળાબા તેમજ પુ.ભયલુબાપુએ શુભેચ્છા મુલાકાત લીધી …
પૂજ્ય શ્રી વિસામણબાપુના ફોટા વાળી ટપાલ ટીકીટ ભારત સરકાર દ્વારા મંજુર કરવા બદલ પુજ્ય નિર્મળાબા તેમજ પુજ્ય ભયલુબાપુ તેમજ પુજ્ય ઠાકર પરીવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો આભાર માન્યો…
સૌરાષ્ટ્ર ની વિખ્યાત એવી દેહાણ પરંપરા ની પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નું કેન્દ્ર એવી બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા તેમજ જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ પૂજ્ય શ્રી ગાયત્રીબા તેમજ પૂજ્ય શ્રી દિયાબા તેમજ પૂજ્ય શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ સહિત સમગ્ર ઠાકર પરીવાર દ્વારા આજ રોજ ખમીરવંતા ગુજરાત અને ભારત માતા ના પનોતા પુત્ર તેમજ દેશના યશશ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની દિલ્લી ખાતે શુભેરછા મુલાકાત લીધી. પુ.નિર્મળાબા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના બાહોશ કાર્યો જેવા કે કાશ્મીર મા કલમ ૩૭૦ નાબૂદ કરવી તેમજ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મ ભૂમિ પર રામ મંદિર નવ નિર્માણ કાર્ય શરૂ કરવું તેમજ કાશી ખાતે શ્રી વિશ્વનાથ મહાદેવ ના મંદિર થી ગંગા સુધી દબાણ દૂર કરી ખૂબ મોટા ક્ષેત્રફળ સાથે મંદિર નો નવો આકાર આપવો તેમજ સનાતન હિન્દુ સંસ્કૃતિ ને ઉજાગર કરવી અને વસુદૈવ કુટુંબ ની ભાવના લોકોમાં જાગૃત કરવા જેવા અનેક કાર્યો ના નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને અભિનંદન પાઠવ્યા તેમજ પૂજ્ય શ્રી વિસામણબાપુના ફોટા વાળી ટપાલ ટીકીટ ભારત સરકાર દ્વારા મંજુર કરવા બદલ પુજ્ય નિર્મળાબા તેમજ પુજ્ય ભયલુબાપુ તેમજ પુજ્ય ઠાકર પરીવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો આભાર માન્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પાળીયાદ જગ્યા ની પરંપરા કે જ્યાં વર્ષોથી લોક -સેવા તેમજ ગૌ – સેવા તેમજ ભજન અને ભોજન ની સદાવ્રત પ્રવૃતિ થી માહિતગાર હોય જેથી તેઓને પણ ઠાકર પરીવાર નો ખુબ રાજીપો વ્યક્ત કરી નતમસ્તક થયા હતા. સનાતની સંસ્કૃતિ ના સાધુ સંતો ના આદર સત્કાર પરંપરા મુજબ પાળીયાદ ના ઠાકર ને આવકાર સત્કાર અને સન્માન નરેન્દ્રભાઈ મોદી એ આપી વાર્તાલામ તેમજ હળવાણ ની પળો માણી હતી….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


