Gujarat

બોડેલી નજીક કકરોલીયા પાસે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં બોડેલી લાયન ઇલેવન વિજેતા 

બોડેલીના કકરોલીયા પાસે યોજાયેલી ટુર્નામેન્ટમાં હાલોલ ના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર ના હસ્તે આ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
બોડેલી નજીક કક્રોલીયા પાસે ભક્ત ઇંગ્લીશ મીડીયમ ના વિશાળ ગ્રાઉન્ડમાં યોજાયલી  નાઈટ ટુર્નામેન્ટ દર વર્ષે યોજાય છે
 ત્યારે આ વર્ષે પણ ખૂબ ઉત્સાહ થી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ફાઇનલમાં બોડેલી લાયન ઇલેવન અને શ્રીજી ઇલેવન વચ્ચે ફાઈનલ મેચ યોજાઇ હતી જેમાં બોડેલી લાયન ઇલેવન નો વિજય થયો હતો ખૂબ મોટી સંખ્યામાં મેચ જોવા આજુબાજુ વિસ્તારથી લોકો આવ્યા હતા
આ ટુર્નામેન્ટમાં 170 જેટલી ટીમોએ ભાગ લીધો હતો વિજેતા ટીમને 70 હજારનો ચેક આપવામાં આવ્યો હતો અને રનર્સ ટીમને 25 હજાર નો ચેક આપવામાં આવ્યો હતો આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના મહામંત્રી મયંકભાઇ દેસાઈ જાંબુઘોડા પીએસઆઇ ખાંડીવાવ ના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી અને ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230607-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *