બોડેલી થી સાત કિલોમીટર દૂર તાંદલજા પાસે નસવાડી દેવલીયા હાઇવે રોડ પર થયો અકસ્માત
લોખંડની બેરીકેટ તોડીને ટ્રક નીચે જતી આશરે 50 મીટર નીચે ઉતરી ગઈ
બોરવેલ ની ગાડી ની બોરની પાઈપો રસ્તા પર વેરવિખેર હાલતમાં જોવા મળી
નસવાડીથી બોડેલી તરફ આવતી એક ટ્રકના ચાલકે બોડેલીના તાંદલજા ગામ પાસે વળાંક ઉપર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બોર વેલની ગાડી સાથે ટ્રક ટકરાઈ ગઈ હતી. જે રોડની રેલિંગ તોડી ખાડામાં પડી હતી. જેમાં વાહનચાલકનું મોત નિપજ્યું હતું. આ અંગે બોડેલી પોલીસને જાણ થતાં ઘટનસ્થળે પહોંચી હતી. અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બોડેલીના તાંદલજા હાઇવે ના વળાંક પર શ્રીરામ બોરવેલ ની ગાડી અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં ટ્રક ડ્રાઇવર નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


