Gujarat

ભરૂચમાં ઝઘડિયાના ઉંચેડિયામાં દિવ્યાંગ વૃદ્ધાશ્રમનો મુખ્યમંત્રીએ શિલાન્યાસ કર્યો

ભરૂચ
ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામ નજીક નિર્માણ પામનાર દેશના પ્રથમ દિવ્યાંગ વૃધ્ધાશ્રમનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ વૃદ્ધો માટેનો રિસોર્ટ ભરૂચમાં નર્મદા નદી કિનારે ઝઘડિયાના ઉંચેડિયા ગામે ગુમાનદેવ મંદિર સામે સાડા ૯ વીંઘામાં કરોડોના ખર્ચે આકાર લેવા જઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ પ્રકલ્પનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુંભરૂચ, ગુજરાત, દેશ અને દુનિયામાં વૃદ્ધો, અનાથ, ગરીબો માટે તો અનેક આશ્રમો આવેલા છે. પણ દિવ્યાંગ વૃદ્ધ માટે કોઈ વૃદ્ધાશ્રમ નથી. જેને રિસોર્ટ તરીકે આકાર આપી પ્રભુના ઘર તરીકે નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલર કરવાના છે. ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એવા પદ્મશ્રી કનુભાઈ ટેલર ૨૦૦ દિવ્યાંગ વૃદ્ધ નિઃશુલ્ક રહી શકે તે માટે આ વિશ્વનો પહેલો દિવ્યાગ વૃદ્ધાશ્રમ બનાવી રહ્યાં છે. જેમાં ૪૯ જેટલી આધુનિક સુવિધા અને સવલતો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ તેઓએ દિવ્યાંગોની દરકાર લીધી. આજે દેશમાં તમામ ક્ષેત્રે દિવ્યાંગો સન્માન સાથે જીવતા થયા છે. ભારત સાથે ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું.દિવ્યાંગો વૃદ્ધઓ માટે પ્રભુનું ઘર બનાવતા પદ્મશ્રી કનું ટેલરે આશા વ્યક્ત કરી હતી કે, અહીં રિસોર્ટમાં વૃદ્ધ દિવ્યાંગો તેમનું બાકીનું જીવન સુખમય જીવી શકશે. કે.પી. ગ્રુપના ચેરમેન ફારૂક પટેલે આ પ્રસંગે સંસ્થાને ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ધારાસભ્યો રિતેશ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી,પદ્મશ્રી કનુ ટેલર, જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા,કલેક્ટર તુષાર સુમેરા, ડીડીઓ પી.પી. જાેશી, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *