Gujarat

ભાઈ બહેનના ઝગડામાં  સાવરકુંડલા સનરાઈઝ સ્કૂલની બાળાએ ફિનાઇલની ગોળી ખાધી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
 સાવરકુંડલા શિવાજીનગરમાં કાર્યરત શિક્ષણ સંસ્થા સનરાઇઝ સ્કૂલમાં હાયર સેકન્ડરી વિભાગમાં અભ્યાસ કરતી સગીર  વયની વિધાર્થીનીએ આજે બપોરની શિફ્ટ ચાલુ થવાની તૈયારી હતી ત્યારે પોતાના ઘરેથી સાથે લાવેલ ફિનાઇલની ગોળી (Napthalene ball ) ખાઈ લીધી હતી જે તેની બહેનપણી જોઈ જતાં જ તરત જ ઓફિસમાં મેનેજિંગ  ટ્રસ્ટી પ્રતાપભાઈ ખુમાણની પાસે લઈ જઈ વાત કરતાં. તેમણે તરત જ ઇમરજન્સી ૧૦૮ને કોલ કરતાં ૧૦ મિનિટમાં એમ્બુલન્સ સ્કૂલે પહોચી ગઈ હતી. અને પ્રાથમિક સારવાર આપી, કે. કે. હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે તેડી ગયા હતા, વિધાર્થીની સાથે સ્કૂલ સ્ટાફ પણ ગયેલ. ત્યારબાદ તેના વાલીને પણ જાણ કરી બોલાવી લીધા હતા. અહીં નોંધનીય બાબત એ હતી કે , સૌ પ્રથમ તાત્કાલિક  સારવાર  મળે એ મહત્વનુ છે . નહીં કે તેના વાલીને જાણ કરી, તેના આવાવાની રાહ જોવી. ત્યાંતો કેસ સિરિયસ બની જાય. કારણ બાબતે, તેના પિતા તથા વિધાર્થીનીને પૂછતાં જણાવ્યુ કે, તે મોડી રાત્રે  મોબાઇલમાં ગેમ રમતી હતી જે તેનો ભાઈ જોઈ જતાં તેને ઠપકો આપી એકાદ બે ઝાપટ મારી હશે, જેનું દુખ લાગતાં તેણે આ પગલું  ભર્યું હતું. પણ એકંદરે તાત્કાલિક સારવાર મળી જતાં વિધાર્થીનીની તબિયત હવે સુધારા ઉપર છે.

IMG-20230313-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *