માંગરોળ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા કર્મનિષ્ઠ પોલીસ અધિકારીઓ નુ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માંગરોળ દ્વારા સન્માન કરાયુ માંગરોળ ડીવાયએસપી કોડીયાતર સાહેબ તેમજ પીએસઆઈ સોલંકી મેડમ દ્વારા માંગરોળમાં ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવામા આવી રહી છે તેમજ ટુંક સમયમાંજ આ વિસ્તારમાં મારામારી બુટલેગર સહિત મોટા ગુન્હા કરતા ગુનેગાર તેમજ તાજેતરમાં ડ્રગ્સ ના કારોબારીઓ અને ગૌમાતાની કતલ કરતા ગૌમાંસ સાથે આરોપીઓ ને પકડી કાયદાકીય કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરીઓ કરતા વિહિપ બજરંગ દળ દ્વારા આ બન્ને કર્મનિષ્ઠ અધિકારીઓ ને બિરદાવતા અયોધ્યામાં બની રહેલ શ્રીરામ મંદિર ની કૃતિ સાથે અભિનંદન પત્ર તેમજ પુષ્પગુછ આપી સન્માન કરવામા આવ્યુ તેમાં વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા માંગરોળ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, મંત્રી પ્રફુલભાઈ નાંદોલા, જીલ્લા સત્સંગ પ્રમુખ તરુણબાપુ, હરીશભાઈ રુપારેલીયા, બજરંગદળ ના ધવલભાઈ પરમાર, કમલેશજી ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


