Gujarat

રેતી ખનન અને ખનીજ ખોદકામ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું,

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી, નસવાડી, સંખેડા, જેતપુર-પાવી તથા છોટાઉદેપુર તાલુકામાં સાદી રેતી ખનીજની લીઝો આવેલી છે. ઓરસંગ, ભારજ, એની તથા હેરણ જેવી મુખ્ય નદીઓ તેમજ અન્ય તમામ સહાયક નદીઓને લાગુ પડતા સિંચાઇના બંધો, ફ્રેંચ વેલ, ઇરોઝન સ્ટ્રકચર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજય ધોરીમાર્ગ, જિલ્લા અને તાલુકા માર્ગ પર આવેલા પુલો, રેલ્વેલાઇન પર આવેલા પુલો, પરકોલેશન વેલ અને નદી કાંઠે આવેલ સિંચાઇના કુવાઓની નજીકમાં સાદી રેતીના ખોદકામના કારણે ઉપરોક્ત જણાવેલ સ્ટ્રક્ચરોને નુકશાન થવાની શક્યતા રહેલી છે.
સાદી રેતી ખનીજના તમામ લીઝ/ પરમીટ પરવાના ધારકો તથા સાદી રેતી ખનિજના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ ઇસમોને આથી નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સિંચાઇના બંધો, ફ્રેંચ વેલ, ઇરોઝન સ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પુલથી ૫૦૦ મીટરની અંદર ખોદકામ કરવાનું રહેશે નહીં. અને રાજય ધોરીમાર્ગ, જિલ્લા અને તાલુકા માર્ગ પર આવેલા પુલ, રેલ્વે લાઇન પર આવેલા પુલ, પરકોલેશન વેલ અને નદી કાંઠે આવેલા સિંચાઇના કુવાઓથી ૨૦૦ મીટરની અંદર ખોદકામ કરવાનું રહેશે નહીં.
જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૩(૧) હેઠળ મળેલ સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સાદી રેતી ખનીજના તમામ લીઝ/પરમીટ/પરવાના ધારકો તથા સાદી રેતી ખનીજના તમામ લીઝ/પરમીત/પરવાના ધારકો તથા સાદી રેતી ખનીજના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ઇસમોને આ જાહેરનામાનો આજથી ગુજરાત ગૌણ ખનિજ ઇચ્છાટ નિયમ-૨૦૧૭ના નિયમ-૮૪ અને સરકારશ્રીના ઉધોગ અને ખાણ વિભાગના પરિપત્ર ક્રમાંક: પીઆઇએ ૨૦૧૧/એચસી-૧૪(૬)છ, તા.૨૭/૧૨/૨૦૧૨ તેમજ તા.૨૦/૦૧/૨૦૧૪ વાળા પરિપત્રની જોગવાઇઓ મુજબ ચુસ્તપણે અમલમાં રહેશે.
આ જાહેરનામું સમગ્ર છોટાઉદેપુર જીલ્લાના તમામ વિસ્તારોમાં લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ- ૧૮૮ મુજબ તથા ગુજરાત ગૌણ ખનિજ છુટછાટ નિયમ-૨૦૧૭ તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવતા ભુસ્તરશાસ્ત્રીની કચેરીના રૉયલ્ટી ઈન્સ્પેક્ટર તથા માઇનીંગ સુપરવાઇઝરથી ઉચ્ચ કક્ષાનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી ઉચ્ચ કક્ષાનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓ તથા જીલ્લા મેજીસ્ટ્રેટના તબ હેઠળના એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *